આશા ભર્યા ને અમે આવિયા ને મારા વાલે રમાડ્યા
રાસ રે આવેલ આશા ભર્યા (2)
શરદ પૂનમ ની રાતડી ને કાંઈ ચાંદો ચડ્યો
આકાશ રે આવેલ આશા ભર્યા
વૃંદા તે વનના ચોકમાં કાંઈ રમે નટવર
લાલ રે આવેલ આશા ભર્યા
જાતા ને આવતા થંભીયા ઓલ્યા નદીયું કેરા
નીર રે આવેલ આશા ભર્યા
અષ્ટ કુળ પર્વત ડોલિયા ને ઓલ્યા ડોલ્યા નવકુળ
નાગ રે આવેલ આશા ભર્યા
મે'તા નરસેય ના સ્વામી શામળિયા સદા રાખો ચરણ ને
પાસ રે આવેલ આશા ભર્યા