Tuesday, 12 September 2017

મહાકાળી ના મંદિરિયે મોરલિયા બોલે



હાકાળી ના મંદિરિયે મોરલિયા બોલે  (2)
માડી તારા મંદિરિયે મોરલિયા બોલે      (2)
હે... મોરલિયા બોલે ને ઓલા ડુંગરિયા ડોલે રે 
મહાકાળી ના મંદિરિયે,.............

મંદિરીયા ના માથે રુડી, લાલ ધજા લહેરાતી 
પાવાગઢ ના ડુંગર ઉપર, માડી તું પુંજાતિ 
તારા ચરણે આવે એને  હોં,...  
તારા ચરણે આવે એને ફૂલડાં થી તું ફોલે 
મહાકાળી ના,.......................

દુનિયા આવી તારા દ્વારે, મહેર તારી માંગે  
જબર - જોરારી હે જોગણી જગદંબા તું જાગે 
મહીપતિ ઓ આવી ઉભા હો,...
મહીપતિ ઓ આવી ઉભા માડી તારા બોલે 
મહાકાળી ના,......................



gujrati garba