મેડિયે મેલ્યો સોનાનો બાજઠિયો (2)
માં મારો સોના રૂપ નો બાજઠિયો
પહેલી તે પોળ મા પેસતારે રૂડા કુંભારી ને હાટ જો
કુંભારી લાવે રૂડા ગરબા રે મારી અંબે માને કાજ જો
અંબિકા તારા તે ચોક માં ઉડે અબીલ ગુલાલ
મેડિયે મેલ્યો સોના................
બીજી તે પોળ માં પેસતારે રૂડા દરજી ને હાટ જો
દરજીડો લાવે રુડી ચુંદડી રે મારી અંબે માને કાજ જો
અંબિકા તારા તે ચોક મા ઉડે અબીલ ગુલાલ
મેડિયે મેલ્યો સોના...............
ત્રીજી તે પોળ મા પેસતા રે રૂડા સુથારી ને હાટ જો
સુથારી લાવે રુડી માંડવી રે મારી અંબે માને કાજ જો
અંબિકા તારા તે ચોક માં ઉડે અબીલ ગુલાલ
મેડિયે મેલ્યો સોના..................