નાગર નંદજી ના લાલ, નાગર નંદજી લાલ
રાસ રમણતા મારી નાથની ખોવાણી (2)
કાના જડી હોય તો આલ, કાના જડી હોય તો આલ
રાસ રમણતા મારી નથણી ખોવાણી (2)
વનરાવન ની કુંજ ગલી માં બોલે જીણા મોર (2)
રાધાજી ની નથણી માં શામળિયો છે ઢોલ, ઢોલ, ઢોલ
નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ
રાસ રમણતા મારી નથણી ખોવાણી (2)