Sunday 10 September 2017

છમક - છમક થાય, છમક - છમક થાય

 

છમક - છમક થાય, છમક - છમક થાય, માવડી નું પાયલ છમક - છમક થાય  (2)
ગરબે ઘૂમી ગાય, ઘૂમી - ઘૂમી ગાય, માવડી  નું  પાયલ  છમક - છમક થાય  (2)

માડી ગબબર  થી ઉતરી આવે છે,  સાથે સરખી સહેલી ને લાવે છે  (2)
મારી બહુચર માં, કાળી તુળજા ની સાથ, ઘૂમે મતવાલી,........છમક - છમક થાય 

ચોક ચાચર નો કેવો ગજાવે છે, મીઠ્ઠી અમૃત વાણી રેલાવે  છે. (2)
સજ્યા સોળે શણગાર, રૂપ - રૂપ નો અંબાર, રમે રંગતાળી,.. છમક - છમક થાય 

ઢોલ શરણાઈ વાંજીત્રો વાગે છે, ગરબે રમવાની લગની મને લાગે છે  (2)
માના દર્શન થાય, માની પૂજવો થાય, જય બોલો અંબે માં,.....છમક - છમક થાય 





gujrati garba