ઓ,.... ઓ,... ઓ,... હહ ઓ,... ઓ,... ઓ,...
ઉંચી તલાવડી ની કોર પાણી ગ્યાતા,
પાણી ભરતા રે જોયો સાયબો - (2)
બોલે અષાઢી નો મોર પાણી ગ્યાતા,
પાણી ભરતા રે જોયો સાયબો -/ (2)
ગંગા જમની બેઠલું ને, કિનખાલી ઈઢોલી,
નજરું ઢાળી હાલુ તોયે, લાગે નજરું કોની,
વગડે વાગે મોરલી ના સુર પાણી ગ્યાતા
પાણી ભરતા રે જોયો સાયબો,
ઉંચી તલાવડી ની,..................
ભીંજાય - ભીંજાય જાય, મારા સાલુડા ની કોર,
આંખ મદીલી ઘેરાણી, જાણે બન્યું ગગન ઘનઘોર,
છાને ના રે આંખ્યું નો કોર પાણી ગ્યાતા
પાણી ભરતા રે જોયો સાયબો,
ઉંચી તલાવડી ની,..................