એકે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ (2)
હે... અમદાવાદી નગરી એને ફરતી કોટે કાંગરી (2)
અરે વહુ તમે ના જશો, જોવાને ત્યાં બાદશો બડો મિજાજી
એકે લાલ દરવાજે તંબુ,.................
હે... માણેક ચોક ની મઢી, ગુર્જરી જોવા હાલી (2)
હે... રાણી ના હાજી રે, ગુર્જરી જોવા હાલી (2)
અરે વહુ તમે ના જશો, જોવાને ત્યાં બાદશો બડો મિજાજી
એકે લાલ દરવાજે તંબુ,.................
સીદી સેયદ ની જાડી, ગુર્જરી જોવા હાલી (2)
કાંકરિયા નું પાણી, ગુર્જરી જોવા હાલી (2)
અરે વહુ તમે ના જશો, જોવાને ત્યાં બાદશો બડો મિજાજી
એકે લાલ દરવાજે તંબુ,................