આવ્યા દીવડીયે ઝગમગતા, માના નોરતા આવ્યાં (2)
આવ્યા ફૂલડિયે મધમધતા, માના નોરતા આવ્યા (2)
હે.... માના નોરતા આવ્યા, માના નોરતા આવ્યા
આવ્યા દીવડીયે ઝગમધતા, માના નોરતા આવ્યા
હે... માની માંડવડી શણગારો,
ફરતી ઉભી ઝુલ ની કિયારી (2)
મૂર્તિ શોભે - મંગલ કિયારી, માના નોરતા આવ્યા
આવ્યા દીવડીયે ઝગમગતા, માના નોરતા આવ્યા
હે..... માનો ગરબો શણગારો,
ઉપર દીવડા પ્રગટાવો (2)
ગરબે શોભે નાર - નારી, માના નોરતા આવ્યા
આવ્યા દીવડીયે ઝગમગતા માના નોરતા આવ્યા