તાલ = મુસાફિર આને વાલે ......... ફિલ્મ ગદર એક પ્રેમ કથા
સાથે પાવાગઢ વાળી, આવો ખોડલ ખમકારી... (2)
ઓ... ઓ... ઓ... ઓ... ઓ... ઓ... ઓ...
આસોપાલવ ના તોરણ બઁધાવું, વાટે ને ઘાટે ફૂલડાં વેરાવું
ચોકે રુડી રંગોળી પુરાવું, કુમ - કુમ લાવું સાથિયા પુરાવું
આવો આરાસુર વાળી...........
ઓ... ઓ... ઓ... ઓ... ઓ... ઓ... ઓ...
ગોખ ગગન થી અમૃત વરસે, મંગલ વરસે માઝમ રાતે
મુક્યો માયે ગરબો માથે, ઝૂમી રહયા છે સહિયર સાથે
આવો આરાસુર વાળી.............