દુધે તે ભરી તલાવડી ને, મોતીડે બાંધી પાળ રે
ઝીલણ - ઝીલવા ગ્યાતા, ગરબે ઘૂમવા ગ્યાતા (2)
હે... વાટકી જેવડી વાવલડી ને, માહી ખોબલો પાણી માય રે
ઝીલણ - ઝીલવા ગ્યાતા, ગરબે ઘૂમવા ગ્યાતા (2)
ગરબો મેતો કોરિયો ને, ઝબક દીવડો થાય મારી માડી
ગરબો રૂડો ડોલરિયો ને ઘમ્મર - ઘમ્મર ઘુમે મારી માડી
હે... તાળિયો ની રમઝટ પગ પડે ને ત્યાં ધરણી ઘમ ધમ થાય રે
ઝીલણ - ઝીલવા ગ્યાતા, ગરબે ઘૂમવા ગ્યાતા (2)