Friday 1 December 2017

મોર બની થનઘાટ કરે મન મોર બની થનઘાટ કરે

દુહો :- કોટે મોર ટહુકીયા, અને વાદળ ચમકી વીજ                      
                   મારા રૂદા ને આજ સોરઠ સાંભળ્યો, અને આવી આશાઢી બીજ 

મોર બની થનઘાટ કરે મન મોર બની થનઘાટ કરે  (4)
ધન - ઘોર જરે ચહુ ઓર મારુ મન, મોર બની થનઘાટ કરે 
મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે (2)

હે... ધર ઘરર ઘરર મેઘ ગટા, ગગને - ગગને ગરજાટ ભરે,    
       ગુમરી - ગુમરી ગરજાટ ભરે (2)        
નવ ધાન ભરી, સારી સીમ ઝૂલે, નદીયું નવ જોબન ભાન ભૂલે, 
નવ દીનત પુક ની પાક ઝૂલે  (2) 
મધુરા - મધુરા મલકાય ને મેંઢક, નેહસું - નેહસું બાત કરે 
ગગને - ગગને ઘુમરાય ને પાગલ... મેઘ ઘટા ગરજાટ ભરે 
હે મારું મન મોર બની થનગાટ કરે, કરે મન મોર બની થનગાટ કરે 
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે  (2)

હે... નવ મેધ તલે નીલ અજાણીયે, મારા ઘેઘુર નેલ જઘાટ કરે 
મારા લોચ માં મદ ધેન  ભરે  (2) 
પરછાઇ તળે હરિયાળી પરે, મારા આતમ નેંન બિછાત કરે 
સચરાચલ - શ્યામલ ભાત ભરે  (2) 
મારો પ્રાણ કરી પુલકાત ગયો... પથરાઈ સારી વનરાઈ પરે 
ઓલો મેઘ અષાઢીલો આજ મારો દોઈ, નેંન નીલાજન ઘેન ભરે 
હે મારું મન મોર બની થનગાટ કરે, કરે મન મોર બની થનગાટ કરે 
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે  (2) 

નદી તીર કેરા કુણા ઘાસ પરે, પનિહારી એ કોણ વિચાર કરે 
પટ કુળ નવે પાણી ઘાટ પરે  (2)
એની સુનમાં મીટ સમાઈ રહી, એની ગાગર નીર તણાઈ રહી 
એને ઘેર જવા દરકાર નહિ  (2)
મુખ માલતી ફૂલ ની કૂંપળ ચાવતી, કોણ બીજા કેરું ધ્યાન ધરે 
પનિહારી નવે શણગાર નદી કેરે, તીર ગંભીર વિચાર કરે 
હે મારુ મન મોર બની થનગાટ કરે, કરે મન મોર બની થનગાટ કરે 
મારુ મન મોર બની થનઘાટ કરે મન મોર બની થનગાટ કરે 

ઓલી કોણ કરી લટ મોકળીયુ, ખડી આભ મહેલ અટારી પરે 
ઊંચી મેઘ - મહેલ અટારી પરે  (2)
અને ચાક ચમૂર બે ઉર પરે, પંચરંગીન બાદલ પાલવડે 
કરી આડશ કોણ ઊભેલ અરે  (2) 
ઓલી વીજ કેરે અજવાસ નવેસર, રાસ લેવા અંકવાશ ચડે 
ઓલી કોણ પયોધર સંધરતી, વીખરેલ લેટ ખડી મે'લ પરે 
હે મારુ મન મોર બની થનગાટ કરે, કરે મન મોર બની થનગાટ કરે 
મારુ મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે  

ઓલી કોણ હિંડોળે ચગાવત, એકલ ફૂલ બકુલ ડાળ પરે, 
ચકચૂર બની ફૂલ ડાળ પરે  (2) 
વીખરેલ અંબોડા ના અડ ઝૂલે, દિયે દેહ નીડોળ ની ડાળ હલે, 
એની ઘાયલ દેહ ના છાયલ છેડલા  (2)
આભ ઉડી ફરફાટ કરે, ઓલી કોણ ફંગોળ લગાવત, એકલ ફૂલબકુલ ડાળ પરે 
હે મારુ મન મોર બની થનગાટ કરે, કરે મન મોર બની થનગાટ કરે 
મારુ મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે 



gujrati bhajan, gujrati lyrics, zaverchan meghani, look geet