સાવરિયો રે મારો, સાવરિયો.......
હૂતો ખોબો માંગુ ને દઈ દે દરિયો (2) / (2)
સાવરિયો રે મારો સાવરિયો...............
જાણે અત્તર ઢોળાયું રુમાલ માં
એવી લથ - પથ ભીંજાણી હું વાલમા (2)
મારા વાલમ નું નામ મારું નાણું,
ભરિયા જીવતર ને ગુલાલ જેવું જાણું
જાણું રે, એણે ખાલી ઘડા માં, ટહુકો કરીયો
ખોબો માંગુને દઈ દે દરિયો... સાવરિયો રે...
કોઈ પૂછે કે ઘર તારું કેવડું, (2) હો... હો... હો...
મારા વાલમજી બાથ ભરે એવડું
કોઈ પૂછે કે ઘર તારું કેવડું.... (2)
આંખ ફરતી ઉજાગરા થી થાતી
ધીમા ધબકારે ફાટ - ફાટ થાતી છબીલો
મારો સાવ ભોળો ને સાવ બાવરીયો
ખોબો મંગુને દઈ દે દરિયો... સાવરિયો રે...
સાવરિયો રે મારો સાવરિયો (2)
હૂતો ખોબો માંગુ ને દઈ દે દરિયો (2) / (2)
સાવરિયો રે મારો...... સાવરિયો...