હે માં..... હે માં...... હે માં....... હે માં....... હે માં.......
------------------------------------------------------------
માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો (2)
જગ માયે જાણી, પ્રભુતા યે પગ મુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો........... / (2)
મંદિર સર્જાયુ ને, ઘંટારવ ગાજ્યો (2)
નભ નો ચંદરવો માયે, આખ્યું માં આજ્યો
દીવો થાવા મંદિર નો, ચાંદો આવી પુકયો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો..........
માડી ના રથ ના, ઘુઘરાવ બોલ્યા (2)
અજવાળી રાતે માયે, અમૃત ઢોળ્યાં
ગગન નો ગરબો માં ના ચરણો ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો.............
માવડી ની કોટ માં, તારા ના મોતી (2)
જનની ની આંખ્યું માં, પૂનમ ની જ્યોતિ
છડી રે પોકારી માની, મોરલો ટહુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો...........