હો... હો... હો... આયો ફાગણ આયો રે (2)
એ તો સુખ નો સંદેશો લાયો, લાયો રે લાયો, ફાગણ ફોરમતો આયો
કેસૂડાં નો રંગ કેવો જીવન ભર ના જાય રે,
ફોરમ ફોરે મધ - મધ એને દશે દિશાયેં લાયો રે (2)
ઓ... ઓ... ઓ... ઓ... હો.. હો.. હો.. હો..
તન મન મારું સાજન ઝંખે (2) અંગે રંગ લાયો રે...
હો... હો... હો... આયો ફાગણ આયો રે
લાજ શરમ ને ઝેડે મૂકી, તનડું નાચે ચોક માં
રંગ ચડ્યો છે મનડે મારે, સાજન મુઝ ને રોક માં (2)
સોળ વરસ નું જોબન મારું (2) અંગે રંગ લાગ્યો રે...
હો... હો... હો... આયો ફાગણ આયો રે
મનડાં કેરા મીત એવા પ્રાણ તણા પુલકિત રે
પરમાણુ માં પ્રીત લાયો, જોબનિયાળા ગીત રે (2)
અંગે અંગ હરખ છલકાયો (2) ઉર માં રંગ લાયો રે
હો... હો... હો... હો... આયો ફાગણ આયો રે