Monday 11 September 2017

કુંમ - કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ



ઓ... માં  બિરદાળી રે ઓ... માં પાવાવાડી રે  (2)

કુંમ - કુંમ  કેરા પગલે માડી ગરબે રમવા આવ 
       હે... માડી ઘણી ખમ્મા - ખમ્મા - ખમ્મા 
ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આવ 
       હે... માડી ઘણી ખમ્મા - ખમ્મા - ખમ્મા   
ઓ... માં  બિરદાળી રે ઓ... માં પાવાવાડી રે  (2)

સાથિયા પુરાવો ચાચર ચોક માં રે લોલ 
દીવડો પ્રગટાવો  માના ગોખ માં રે લોલ 
જય ભવાની માં જય ભવાની (2) બોલીયે રે લોલ 
વાલ ના વાદળ માં થી તું પ્રેમ સદા વરસાવ 
      હે... માડી ઘણી ખમ્મા - ખમ્મા - ખંમ્મા 
કુંમ - કુંમ કેરા પગલે,............

ઢમ - ઢમ ઢોલીડાં તાલ દે જો રે લોલ
ઘુમી - ઘુમી ગરબો સૌ એ લે જો રે લોલ 
સાથિયા પુરાવો ચાચર ચોક માં રે લોલ 
અસવારી તે માની વાઘે શોભતી રે લોલ 
જય ભવાની જય ભવાની (2) બોલીયે રે લોલ 
ઘર ના આંગણિયા માં આવી મંદિર તું શોભાવ 
       હે... માડી ઘણી ખમ્મા - ખમ્મા - ખમ્મા 
કુંમ -કુંમ કેરા પગલે,.............





gujrati garba