Monday, 11 September 2017

સાથિયા પુરાવો દ્વારે, દીવડા પ્રગટાવો રાજ


સાથિયા પુરાવો દ્વારે, દીવડા પ્રગટાવો રાજ 
આજ મારે આંગણે પધારજો માં પાવાવાડી 
જય અંબે - જય અંબે, અંબે જય - જય અંબે   / (2)

વાંઝિયા નું મેણું ટાળી, રમવા રાજ કુમાર દે, માં ખોળા નો ખૂંદનાર દે,

કુંવારી કન્યા ને માડી, મન ગમતો ભરથાર દે, માં પ્રીતમ જી નો પ્યાર દે,
નિર્ધન ને ધન - ધાન આપે, રાખો માડી સૌની લાજ 
આજ મારે આંગણે પધારજો માં પાવાવાડી   
જય અંબે - જય અંબે, અંબે જય - જય અંબે   
સાથિયા પુરાવો દ્વારે,................

કુંમ - કુંમ પગલાં ભરશે માડી, સાતે પૈઢી તરસે માડી, સાતે પૈઢી તરસે,

આદ્યશક્તિ માં પાવાવાડી, જનમ જનમ ની હરશે પીડા, જનમ જનમ ની હરશે 
દઈ - દઈ તાળી ગાવો આજ, વાજિંત્રો વગડાવો આજ 
આજ મારે આંગણે પધારજો માં પાવાવાડી 
જય અંબે - જય અંબે, અંબે જય - જય અંબે 
સાથિયા પુરાવો દ્વારે,................





gujrati garba