Saturday, 23 September 2017

કપડવંજ ની શેરિયો મોનબા


કપડવંજ ની શેરિયો મોનબા આ. ઉ. આ. ઉ.  (2)

કોણ - કોણ આણે આયો મોનબા આ. ઉ. આ. ઉ.
સસરો આણે આયો મોનબ આ. ઉ. આ. ઉ.
સસરો હું - હું લાયો મોનબા આ. ઉ. આ. ઉ.
સસરો ગાડી લાયો મોનબા આ. ઉ. આ. ઉ. 
સસરા ભેળી નહીં જાવ મોનબા આ. ઉ. આ. ઉ. 

કોણ - કોણ આણે આયો મોનબા આ. ઉ. આ. ઉ. 
જેઠ આણે આયો મોનબા આ. ઉ. આ. ઉ. 
જેઠ હું - હું લાયો મોનબા આ. ઉ. આ. ઉ. 
જેઠ સ્કૂટર લાયો મોનબા આ. ઉ. આ. ઉ.
જેઠ ભેળી નહીં જાવ મોનબા આ. ઉ. આ. ઉ. 

કોણ - કોણ આણે આયો મોનબા આ. ઉ. આ. ઉ. 
દિયર આણે આયો મોનબા આ. ઉ. આ. ઉ. 
દિયર હું - હું લાયો મોનબા આ. ઉ. આ. ઉ. 
દિયર સાયકલ લાયો મોનબા આ. ઉ. આ. ઉ. 
દિયર ભેળી નહીં જાવ મોનબા આ. ઉ. આ. ઉ. 

કોણ - કોણ આણે આયો મોનબા આ. ઉ. આ. ઉ. 
પરણ્યો આણે આયો મોનબા આ. ઉ. આ. ઉ. 
પરણ્યો હું - હું લાયો મોનબા આ. ઉ. આ. ઉ.
પરણ્યો હોન્ડા લાયો મોનબા આ. ઉ. આ. ઉ. 
પરણ્યા ભેળી ઝટ જાવ મોનબા આ. ઉ. આ. ઉ. 



gujrati garba gujrati hinch garba