કિયા ઘર ની મોરલી કિયા ઘર સુર, મોહન મોરલી વાગે છે
ટૂંકી તારી મોરલી લાંબો એને સુર, મોહન મોરલી વાગે છે
મોરલીના સુર મારે પાવાગઢ જાવું, મોહન મોરલી વાગે છે
પાવાગઢ એક ગામડું, એ તો કાળકા માના ધામ, મોહન,...
મોરલીના સુરે મારે અંબાજી માં જાવું, મોહન મોરલી વાગે છે
અંબાજી એક ગામડું, એ તો અંબા માના ધામ મોહન,....
મોરલીના સુરે મારે ચોટીલા જાવું, મોહન મોરલી વાગે છે
ચોટીલા એક ગામડું, એ તો ચામુંડ માના ઘામ મોહન,...
મોરલીના સુરે મારે, ખેડા ગામે જાવે, મોહન મોરલી વાગે છે
ખેડા એક ગામડું, એ તો મેલડી માના ધામ મોહન,....