Thursday, 21 September 2017

પોળ પછવાડે પરબડી ને વચમાં લીમડા નું ઝાડ



પોળ પછવાડે પરબડી ને વચમાં લીમડા નું ઝાડ 
ઓ રાજવણ ઘૂમટો, ઓઢી ને તમે ક્યાં ગ્યાતાં   (2)
વગડા વચ્યે વેલડી ને વચમાં સરોવર પાડ 
ઓ રાજવણ ઘૂમટો મેલી ને તમે ક્યાં ગ્યાતાં   (2)

ગામને પાદર ડોલી - ડોલી, ઢોલ વગાડે ગગલો ઢોલી 
પાચડા ની આખલડી માં, લહરણીયું છે લાલ,
ઓ રાજવણ ઘૂમટો, મેલી ને તમે ક્યાં ગ્યાતાં, 
પોળ પછવાડે પરબડી..................

નાકે નથણી, ચારણી, ઝાંઝર, હૈયેં હેમનો હાર 
હાલુ ત્યારે ધરણી ધમકે, આખે રૂપ નો ભાર 
પગ - પગ માં ને મોજડિયું ને, ચાલે હંસ ની ચાલ 
ઓ રાજવણ ઘૂમટો, ઓઢી ને તમે ક્યાં ગ્યાતા 
પોળ પછવાડે પરબડી....................  


gujrati garba gujrati look geet