Wednesday, 20 September 2017

ભર રે બજાર મારી માટલી રે ફોડી



ભર રે બજાર મારી માટલી રે ફોડી  (2)
રંગે રમાડી લીધી, કાનુડા એ લુડી લીધી રે 
                      મને કાનુડા એ લુડી લીધી.....
બોલ તારી માટલીના મોલરે ઓ ગોરી  (2)
તુને પલાળી દીધી, રુદિયા માં રાખી લીધી રે 
                        તુને રુદિયા માં રાખી લીધી.....

છેલ તને જાણું, વાત નહિ માનું, 
                     મોટેરા બોલ તું બોલે છે, બોલે છે 
પૂછી જો કોક ને, પ્રેમીડા લોક ને, 
            દુનિયા માં કોણ તારી ડોલે છે, ડોલે છે 
મારા રુદિયા નો મોરલો બોલે છે. બોલે છે  (2)
ભર રે બજાર મારી.....................

ઓ રે છબીલી, ગામડાં ની ગોરી, 
        તારી પ્રીત થી હૈયું મારુ ભીંજે છે, ભીંજે છે 
રહેવા દે છોરા, ગામડા ના ગોરા,
      તારા શબ્દો ના બાણ મને વીંધે છે, વીંધે છે 
મારા દલડાં નો મોરલો ટહુકે છે, ટહુકે છે  (2)
ભર રે બજાર મારી....................



gujrati garba, gujrati look geet, gujju