મુને એકલી જાણીને કાન છેડી રે (2)
પછી કહી દવ, જશોદા ના કાન માં (2)
મારો મારગડો (2) મેલી ને હાલતો થા (2)
પછી કહી દવ, જશોદા ના કાંન માં (2)
મુને એકલી જાણીને..............
મેળા માં મલવા હાલી, મારી સખી સહિયર ને (2)
હો... મેળા માં મલી ગયો, પેલો એ તુફાની કાન (2)
મારો છેલડો ના ઝાલ, તને કહી દવ છું (2)
પછી કહી દવ, જશોદા ના કાન માં (2)
મુને એકલી જાણીને...............
બેઠલું લઈ ને હું તો, સરોવર ગઇતી (2)
પાછી વળી ને જોયું, બેઠલું ચોરાઈ ગયું (2)
મારા બેઠલા નો ચોર, તને કેમ લેવો શોધી (2)
દઈ દે બેઠલું રે, ઓ મારા કાનજી (2)
મુને એકલી જાણીને...............