ઘમ્મર - ઘમ્મર મારુ વલોણું, ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે
મટુકી ફોડે મારા મહિડા ઢોળે, શ્યામ આવીને મારી મટુકી ફોડે (2)
જમુના ને કાંઠે હૂતો મોરલી વગાડું (2)
મોરલી વગાડી તારા દલને રીઝાવું
વાગી - વાગી મોરલી ને ભૂલી હૂતો ભાન, શ્યામ આવીને મારી મટુકી ફોડે
ઘમ્મર - ઘમ્મર મારુ વલોણું............
એક - એક કાન ને એક - એક ગોપી (2)
તોયે કાનુડા એ રાધા ને લોભી
વનરાવન માં રાસ રચાવે મારો શ્યામ, શ્યામ આવી ને મારી મટુકી ફોડે
ઘમ્મર - ઘમ્મર મારુ વલોણું...............