મને રૂપા ની ઝાંઝરી ઘડાવ, ઓ વાલમ વરણાગી (2)
એને મીના પાણી થી મઢાવ, ઓ વાલમ વરણાગી (2)
આભલા ભરેલી મને ઓઢણી આપવી દે (2)
આભલા ની કોર માં મોરલો ચીતરાવી દે (2)
હે... મારા કામઠા માં હાટયુ ઘડાવ ઓ, ઓ વાલમ વરણાગી
મને રૂપા ની ઝાંઝરી.................
ઝીણી - ઝીણી પાઘડી ની નથણી ઘડાવી દે (2)
ગુંથેલા કેશ માં દામણી સજાવી દે (2)
હે... મારા ડોક ની ગાસડી બાંધવ, ઓ વાલમ વરણાગી
મને રૂપા ની ઝાંઝરી..................
રૂપા ઈંઢોણી ત્રાંબા ગરબો કોરવી દે (2)
ગરબા માં મમતા થી દીવડો પ્રગટાવી દે (2)
હે... ઢોલ ત્રાંસા ને શરણાઈ વગડાવ, ઓ વાલમ વરણાગી
મને રૂપા ની ઝાંઝરી..................