રુડી સોના રે રૂપાની હેલ, છેલ મને લાવી દે
હે... પાણી ભરવા જવું રે થઈ દેર, છેલ મને લાવી દે
રુડી સોના રે..............
માથે મૂકીને જયારે નીસરું હું ઘર થી,
જો તું રહે ને ભલે ગામ (2)
આડ પાડોશી મારા છોને છરે રે,
કોઈ નું ન મારે કામ, (2)
હે... મારી હેલ નવી ઋત ની રે, છેલ મને લાવી દે
રુડી સોના રે................
મોતી મઢેલ મારી મોંઘી ઇઢોણી,
એકલી લઇ ને મારે જાવું છે પાણી (2)
બિનતી કરું રે છેલા છગને રે વોંણી,
નહી તો થાસે રે ભૂંડાં તારી વગોણી (2)
હે... મારી હેલ નવી ઋત ની રે, છેલ મને લાવી દે
રુડી સોના રે..................