આવો - આવો માડી આવો આવી ને માડી
ગરબે તે ઘુમવા ને આજ - (2)
આવી નોરતા ની રાત ઉગ્યો ચાંદલિયો
આકાશ તારી વાટલડી જુવે તારા બાળ / (2)
કુમ-કુમ ને અક્ષકશ ના સાથીયા પુરાવ્યા (2)
સાથીયા પુરાવ્યા માના, સાથીયા પુરાવ્યા
બાજટ ઉપર માં ના દીવડા પ્રગટાવ્યા,
દીવડા પ્રગટાવ્યા માના દીવડા પ્રગટાવ્યા
મીઠ્ઠી - મીઠ્ઠી સુગંધ રેલાય...
આવો આવો માડી...........
ભાથીગઢ ચૂંદડી માં માડી કેવા શોભતા,
માડી કેવા શોભતા, માડી કેવા શોભતા
પગલે તે માડી ના કુમ - કુમ રેલાતા,
કુમ - કુમ રેલાતા માના કુમ - કુમ રેલાતા
માના મુખડા પર સ્મિત રેલાય...
આવો - આવો માડી............