Wednesday, 20 September 2017

વાલમ ની વાત કઈ વહેતી કરાઈ નય



વાલમ ની વાત કઈ વહેતી કરાઈ નય  (2)
હળવે થી હૈયા ને, હલકું કરાય નય  /    (2)

ગુન ગુનાતા ભમરા ને કીધું કે દૂર જા  (2)
કોળિયા ના કાળજા માં, પંચમ નો સુર થા  (2)
આ ફોરમ ના ફળિયા માં, ફોગટ ફરાય નય,
હળવે થી હૈયા ને, હલકું કરાય નય,
વાલમ ની વાત...............

કુંજ - કુંજ કોયલડી, શીદ ને ટહુકતી  (2)
જીવન વસંત બની, જોબનિયે ઝૂકતી  (2)
આ ફાગણ ની પ્રીત કઈ, અમથી હરાય નય,
હળવે થી હૈયા ને, હલકું કરાય નય,
વાલમ ની વાત...............
  


gyjrati garba, gujrati look geet