ગુજરાતી ગરબા - 3 તાલી
રાગ - પાયલિયા હો હો હો ( દીવાના )
અંબે માં હો.. હો.. હો.., અંબે માં હો.. હો.. હો..
અંબે માં દિન દયાળી, શક્તિશાળી ભક્તો ની રાખવાડી અંબા હો.
ઓ અંબા તારે ધ્વારે, ઉભો છે તારો બાળ,
તું દર્શન એને દે જે, જરાના કરજે વાર,
તું દુઃખ હરનારી, ભોળી ભાવની,
તારી અમર જ્યોતિ, સદા રહેવાની,
અંબે માં હો.. હો.. હો..,
દિત્યૌ ને તે તો માર્યો, કર્યો તેનો સંહાર
ભક્તો ને તે તો તાર્યો, ઓ માડી વારંવાર
નવ નવલી રાતો, ઓ અંબે માડી
તારા ગુણલા ગાયે છે, આ નર ને નારી
અંબે માં હો.. હો.. હો..,