Friday, 22 September 2017

રામ જોવા હાલી રે જીવન જોવા હાલી



રામ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી ઓછી ઉંમર માં  (2)

સસરો આણે આયો મારી ઓછી ઉંમર માં 
સસરા ભેળી નહીં જાવ મારી ઓછી ઉંમર માં 
મને વાસીદા ભરાવે મારી ઓછી ઉંમર માં 
રામ જોવા હાલી...........

જેઠ આણે આયો મારી ઓછી ઉંમર માં 
જેઠ ભેળી નહીં જાવ મારી ઓછી ઉંમર માં 
મને પાણીડાં ભરાવે મારી ઓછી ઉંમર માં
રામ જોવા હાલી............

દિયર આણે આયો મારી ઓછી ઉંમર માં 
દિયર ભેળી નહીં જાવ મારી ઓછી ઉંમર માં 
મને દરણા રે દરાવે મારી ઓછી ઉંમર માં 
રામ જોવા હાલી............

પરણ્યો આણે આયો મારી ઓછી ઉંમર માં 
પરણ્યો ભેળી ઝટ જાવ મારી ઓછી ઉંમર માં 
પરણ્યા ભેળી રહીશ મારી પુરી ઉંમર માં 
રામ જોવા હાલી............ 


gujrati garba, gujrati look geet