Friday 22 September 2017

મોરલી તો ચાલી રંગ રૂસણે રે



મોરલી તો  ચાલી રંગ રૂસણે રે  (2)
કોણ મનાવા  જાય રંગ મોરલી (2)

મોરલી તો  ચાલી રંગ રૂસણે રે  (2)
સસરો મનાવા જાય રંગ મોરલી  (2)
સસરાં ની વારી હુંતો  નહીં રે વળું રે,
હા.. હા.. હોવે હુંતો મારે મહિયર જઈશ રંગ મોરલી 

મોરલી તો ચાલી રંગ રૂસણે રે  (2)
જેઠ મનાવા જાય રંગ મોરલી  (2)
જેઠજી ની વારી હુંતો  નહીં રે વળું રે, 
હા.. હા.. હોવે હુંતો મારે મહિયર જઈશ રંગ મોરલી 

મોરલી તો ચાલી રંગ રૂસણે રે  (2)
દિયર મનાવા જાય રંગ મોરલી  (2)
દિયરિયા ની વારી હુંતો  નહીં રે વળું રે, 
હા.. હા.. હોવે હુંતો મારે મહિયર જઈશ રંગ મોરલી 

મોરલી તો ચાલી રંગ રૂસણે રે  (2)
પરણ્યો મનાવા જાય રંગ મોરલી  (2)
પરણ્યા ની વારી હુંતો ઝટ રે વળું રે, 
હા.. હા.. હોવે હુંતો મારે મહિયર નહીં જાવ રંગ મોરલી 


gujati garba, gujrati look geet, krishna bhajan