Friday, 22 September 2017

ગબ્બર ઉપર પીપળી માતા અંબાજી



ગબ્બર ઉપર પીપળી માતા અંબાજી  (2)
પીપળી યે બાંધ્યો હીંચકો માતા અંબાજી  (2)
અંબાજી હીંચકે ઝૂલે માતા અંબાજી  (2)

નવલા આવ્યા નોરતા માતા અંબાજી  (2)
આકાશી વીજળી ઝબુકે માતા અંબાજી  (2)
આસો ના આવ્યા નોરતા માતા અંબાજી  (2)

ઢોલ શરણાઇયુ વાગે માતા અંબાજી  (2)
સરખે સરખી ની સાથે માતા અંબાજી  (2)
તાલી ઓ ના તાલે માતા અંબાજી  (2)


gujrati garba, gujrati hinch, gujrati hinch garba