લીલી લેમડી રે લીલો નાગર વેલ નો છોડ (2)
આજ મારે આગણે રે, પરભુજી દાતણ કરતા જાવ,
દાતણ નહિ કરું રે, કરશુ સીતાજી ને દ્વાર,
લીલી લેમડી રે...........
આજ મારે આંગણે રે, પરભુજી નાવણ કરતા જાવ,
નાવણ નહિ કરું રે, કરશુ સીતાજી ને દ્વાર,
લીલી લેમડી રે............
આજ મારે આંગણે રે, પરભુજી ભોજન કરતા જાવ,
ભોજન નહિ કરું રે, કરશુ સીતાજી ને દ્વાર,
લીલી લેમડી રે.............
આજ મારે આંગણે રે, પરભુજી મુખવાસ કરતા જાવ,
મુખવાસ નહિ કરું રે, કરશુ સીતાજી ને દ્વાર,
લીલી લેમડી રે.............