Saturday, 30 September 2017

ઉગતા પરોઢ નો તાઢો - તાઢો વાયરો



મહીડા લ્યો  ને............ મહીડા લ્યો  ને................
ઉગતા પરોઢ નો તાઢો - તાઢો વાયરો  (2)
મહિયારણ મહી વેચવા જાય રે, માથે મટુકડી મેલી  /  (2)
સુરત સાડી લીલી - પીળી - પાઘડી 
વાયરે ભીંજાતી જાય, માથે મટુકડી મેલી 

ગાવલડી ની ડોકે ઘંટડીયું રે વાગતી 
વ્હાલા ની વાંસળી, ગામ ને ગજાવતી  (2)
હું રે મીઠ્ઠી ના મારા માખણિયા મીઠા 
મલક - મલક મુખલડું મલકાય રે, માથે મટુકડી મેલી 
મહીડા લ્યો ને........... મહિડા લ્યો ને...............
ઉગતા પરોઢ નો.....................



gujrati garba, gujrati lok geet