Thursday, 21 September 2017

આ રુડી ને રંગીલી રે, માડી તારી ચૂંદડી રે લોલ



આ રુડી ને રંગીલી રે, માડી તારી ચૂંદડી રે લોલ  (2)
હો... ચુંદલદડી  માં, ચુંદલદડી માં, ઝમકે છે આભલા અપાર જો,
       નવલી આ નવરાત માયે, ગરબો લીધો, ઝળહળ તો રે લોલ
આ રુડી ને રંગીલી રે.......................

હો... ચુંદલડી માં, ચુંદલડી માં, તારલિયાળી ભાત જો,
         સોળે રે શણગાર સજી, ગરબે રમવા, નીસર્યા રે લોલ 
આ રુડી ને રંગીલી રે.........................

*શ્યામ*

મીઠીને મધુરી રે મોહન, તારી વાંસળી રે લોલ  (2)
હો... વાંસલડી ઓ, વાંસલડી મારા, મંદિરિયે સંભળાય જો, 
          કાનવર કોડીલા રે, મારગ મારો રોકી ઉભા રે લોલ 
રુડી ને રંગીલી રે..................

હો... ગોપી હાલ્યા, ઓ ગોપી હાલ્યા, વનરાંતે તે વન ની મોહય, 
        જો પાણીડાં ને મળશે રે, જીવણ જોવા નીસર્યા રે લોલ
રુડી ને રંગીલી રે.....................

હો... બેઠા મેલ્યા, બેઠા મેલ્યા, માનસરોવર પાળ જો, એંઢોણી 
         વળગાડી રે, અંબાલીયાળી ડાળીયે રે લોલ 
રુડી ને રંગીલી રે........................ 


gujrati garba gujrati geet