ધીરે - ધીરે લાગ્યો મને માવડી નો રંગ
હો.. ગરબે તે ઘુમતા મારુ મનડું રંગાય / (2)
માવડી ના પગલે, કુમ - કુમ વેરાય, રૂડા તે ગરબા એવા રંગાયા
શ્રધ્ધા ની જ્યોત ઝળહળ થાતાં, ફોરમતાં ફૂલડે એવા સોહાયા
જનની માં જગદંબા રમતી, માં સહિયર ની સાથ
ભાથી - ગઢ ગરબો જોતા, મન હરખાય
ધીરે - ધીરે લાગ્યો મને............
તાલીયોં ના તાલે, ઢોલીડા ના ઢોલ, સંગે શરણાયું ના સુર રેલાતા,
ઝાંઝરીયું ઝણકે કંકણ રણકે, માંડીયે આજ મારા મનડાં મોહયા,
જનની માં જગદંબા રમતી, માં સહિયર ની સાથે
માડી ના દર્શન કરતા હૈયું ભીંજાય,
ધીરે - ધીરે લાગ્યો મને...........